MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયત ની કચેરી ની જીર્ણ હાલત નવીન મકાન નું કામ ટેન્ડરીંગ ના કારણે અટવાયુ

વિજાપુર તાલુકા પંચાયત ની કચેરી ની જીર્ણ હાલત નવીન મકાન નું કામ ટેન્ડરીંગ ના કારણે અટવાયુ
ઠરાવ કરવામાં આવ્યો છે જે રાજ્ય પંચાયત શાખામાં મોકલી આપ્યો છે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ની કચેરી બનાવવા માટે નો ઠરાવ જયારે ભાજપ સત્તા ઉપર હતુ તે સમયે નવીન બિલ્ડીંગ બનાવવા માટે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ની ચુંટણીઓ બાદ કોંગ્રેસને સત્તા મળતા તે વખતેના સદસ્યો પ્રમુખ વગેરે નવીન બિલ્ડીંગ માટે ની કાર્યવાહી માટે ફાઇલ મોકલવામાં આવી હતી પરંતુ સત્તા ની લડાઈ ને કારણે બિલ્ડીંગ બનાવવા નું કામ ખોરંભે પડયું હતું છેલ્લા દશ વર્ષથી પંચાયત નું નવીન બિલ્ડીંગ બને તે માટે ઘણી જગ્યાઓનો તપાસ કરવામાં આવી હતી પરંતુ અહીંના વેપારીઓની તાલુકા પંચાયત ખત્રીકુવા આસપાસ રાખવા ની રજુઆત બાદ તાલુકા પંચાયત નો કવાટર્સ ની ખાલી પડેલી જગ્યા નક્કી કરવામાં આવી છે જેનો સમય જતાં હવે ભાજપ હાલ માં સત્તા ઉપર આવ્યા બાદ ફરીથી જર્જરિત બનેલા તાલુકા પંચાયત ની નવીન કચેરી બનાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચાયત વિભાગે બે કરોડ ચાલીસ લાખ ની માતબર રકમ ફાળવણી કરવામાંઆવી છે અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કચેરી નો નવીન મકાન બનાવવા માટે અધુરીરહેલી કાર્યવાહી પુર્ણ કરવામાં આવી છે જોકે ટેન્ડરીંગ દરમ્યાન મળેલા ભાવ વધુ હોઈ જે અંગે રાજ્ય પંચાયત શાખા માં મોકલેલ ટેન્ડરીંગ ની વિગતો મોકલી છે જે પાસ થઈને આવ્યા બાદ જેનો ટુંક સમય માં કામગીરી આરંભવા આવશે હાલ માં ભાજપ સત્તા ઉપર છે ત્યારે સત્વરે નિર્ણય લઈને કામ ને ઝડપી બનાવવા માં આવે તો હાલ માં તાલુકા પંચાયતની બિલ્ડીંગ ધીરે ધીરે જીર્ણ બની રહી છે જેને કારણે બિલ્ડીંગ ના પોપડા કયારે ઉખડી નીચે પડે તે નક્કી નથી જોકે તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા એ કેટલીક જગ્યાએ રીનોવેશન કરી નવા થાંભલા નાખીને ટકાવી રાખ્યા છે છતાંય બિલ્ડીંગ ની હાલત જોતા નવીન કચેરી બનાવવાની કામગીરી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેની વર્ષો થી રાહ જોવાઇ રહી છે

[wptube id="1252022"]
Back to top button