
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા થી નાથદ્વારા બસ ને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

મોડાસાથી નાથદ્વારા બસ ને લીલી જંડી આપી આજ રોજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આજ રોજ તા 22/03/2023 ને બુધવાર એ મોડાસા થી નાથદ્વારા જતા શ્રધાળુઓ માટે આનન્દ ના સમાચાર મોડાસાથી નાથદ્વારા ની બસને ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર પ્રમુખ રણધીરભાઈ ચુડગર મહામન્ત્રી તારક પટેલ ડેપો મેનેજર તેમજ સ્ટાફ સાથે રહી લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું નાથદ્વારા જવા અને આવવા માટે બે બસો ફાળવવામાં આવી છે મોડાસાથી દરરોજ રાત્રે 11:00 વાગ્યે ઉપડી સવારે 04:00 વાગ્યે આ બસ નાથદ્વારા પોહ્ચાડસે અને નાથદ્વારા થી રોજ સાંજે 04:00 વાગ્યે ઉપડી રાત્રે 11:00 વાગ્યે મોડાસા ઉતારશે આમ શ્રદ્ધાળુઓ માટે નાથદ્વારા દર્શન કરી એક દિવસમાં પરત ફરી શકાશે આ સ્લીપર કોચ બસ ની એક તરફ ની ટિકિટ 475/- રાખવામાં આવી છે આ બસ સેવાથી શ્રધાળુઓ એ જી એસ આર ટી સિ નો આભાર માન્યો હતો








