
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના “સીગામ”ગામે, કુળદેવી હરસિદ્ધિમાના મંદિરે ચોથો પાટોત્સવ.
તાલુકાના સિગામ ગામે, સામાજિક કાર્યકર ગોરધનભાઈ અને ગામના સ્થાનિક રણા પરિવારો દ્વારા પાટોત્સવ સાથે પૂજા, યજ્ઞ, હવનનું આયોજન કરવામાં આવ્યું.
ત્રણવર્ષ પહેલા ગામમાં ગોરધનભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવી કપરા કોરોના કાળમાં,
માતાજીના મંદિરનું નિર્માણ કરી, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો.
માહોલ્લાના પરિવાર નોકરી ધંધાર્થે બહાર શહેરોમાં વસવાટ કરતાં હોય,
કુળ દેવીની પૂજા અર્ચના થતીન હતી પરંતુ ગોરધનભાઈ રણા દ્વારા ભવ્ય આયોજન કરી,
મંદિરનું નિર્માણ કરી પટોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
શહેરમાંથી આવેલ નોકરિયાત અને ધનાઢય પરિવારો દ્વારા દાનનો પ્રવાહ વહાવવામાં આવ્યો હતો, અને પટોત્સવમા બાર જોડાઓએ પૂજાનો લાભ લઇ મા હરસિદ્ધધીના આશીર્વાદ મેળવ્યાહતાં.
આયોજકો દ્વારા ભવ્ય આયોજનકરી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી, મહા પ્રસાદીનું આયોજન કર્યાના સમાચાર સાંપડ્યાછે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ








