
વિજાપુર ચેક રીટર્ન ના કેસમાં આરોપી ને છ માસની સજા ફટકારતી કોર્ટ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં ચેક રીટર્ન નો કેસ ચાલી જતા આરોપીનું જામીનપત્ર રદ્દ કરી વોરંટ ઇસ્યુ કરી છ માસની સજા અને વળતર ચૂકવવા નો કોર્ટે હૂકમ કર્યો હતો આ અંગેની મળતી માહિતી મૂજબ તાલુકાના મોમનવાડા રહેતા મોહમ્મદ ફહીમ મકબુલ હુસેન કુરેશી એ પોતાના સગા સિપાઈ અહેમદ ભાઈ અબ્બાસ ભાઈ ગાડીઓ લે વેચ કરતા હોઈ ધંધામાં પૈસાની જરૂરિયાત ઉભી થતા તેઓ હાથ ઉછીની મદદ કરવા જણાવતા તેઓને રૂપિયા 90,000/-ની રકમ આપેલી ત્યારે તેઓએ ત્રણ માસમાં આ રકમ પરત કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો જેને લઈને તેઓએ આઇડીએફસી બેન્ક પાલનપુર શાખાનો ચેક નંબર 000002 નો ચેક આપેલો જે ચેક વણ ચૂકવેલ પરત ફરતા અહેમદ ભાઈ સિપાઈ ને તેની જાણ કરતા તેઓએ લેખીત માં 30 દિવસમાં રૂપિયા આપવાની મુદ્દત માંગતા પણ તેઓએ આપેલા રૂપિયા ત્રણ માસ દરમ્યાન રૂપિયા નહિ આપતા વકીલ આકીબ હુસેન એમ કુરેશી દ્વારા કોર્ટમાં ફરિયાદ કરી હતી જેનો કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ભારતી બેન કે ની અદાલત માં ચાલી જતા કૉર્ટ સમક્ષ વકીલ આકીબ એમ કુરેશી એ કરેલી દલીલો આધાર પૂરાવા રજૂ કરતા આરોપી અહેમદ ભાઈ અબ્બાસ ભાઈ સિપાઈ ને કોર્ટે જામીનપત્ર રદ્દ કરી વોરંટ ઇસ્યુ કરી છ મહિના ની સજા અને રૂપિયા 90,000 નું વળતર ચૂકવવા નો હૂકમ કર્યો હતો





