
વાંકાનેર ના રાણેકપર પ્રાથમિક શાળા નું ગૌરવ
વાંકાનેર તાલુકાના રાણેકપર પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓમાં રહેલી સુશ્રુપ્ત શક્તિઓને બહાર લાવવા ગુજરાત સરકાર દ્વારા લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા NMMS અને PSE તેમજ જવાહર નવોદય પરીક્ષામા ઉતમ પરિણામ લાવવા અગ્રેસર છે.
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
જેની તૈયારી શાળા ના સમાજ ના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત કરાવે છે.NMMS પરિક્ષા જેમાં કવોલીફાઈ થવાથી ધો.9 થી 12 સુધી બાળક ને દર વર્ષે 12 હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે.હાલ માં લેવાયેલ 2022/23 માં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા NMMS સ્કોલરશિપ પરીક્ષામાં મૂંધવા પ્રિયા મુકેશભાઇ એ પરીક્ષા પાસ કરી શાળા અને પરિવાર ને નામ રોશન કર્યું છે.તે બદલ રાણેકપર શાળા પરિવાર તેમને શુભેચ્છા પાઠવે છે.
[wptube id="1252022"]