JETPURRAJKOT

રાજકોટની ‘શી ટીમ’ની સરાહનીય કામગીરી, અસ્થિર મગજની મહિલાને ઘેર સુરક્ષિત પહોંચાડી

તા.૨૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ રેસકોર્સ ખાતે આવેલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ. ભાર્ગવસિંહ જનકાતના માર્ગદર્શન હેઠળ કાર્યરત શી ટીમના સભ્યોએ અસ્થિર મગજની મહિલાને તેના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં મદદ કરી હતી.

શી ટીમના ઇન્ચાર્જ પાયલબેન અને તેમની સહકર્મચારીઓ રોઝીબાનુ અને કિરણબેનને મહિલા ગાર્ડનમાં પેટ્રોલિંગ દરમિયાન એક મહિલા અસ્થિર મગજના હોવાનું જણાયું હતું. તે મહિલાની વધુ પૂછપરછ કરી ત્યારે કશું જ જાણવા ન મળ્યું. ત્યારબાદ પોલીસ તે મહિલાનું પોલીસ સ્ટેશન લઈ જઈને કાઉન્સેલિંગ કરી ઘરનું એડ્રેસ મેળવ્યું હતું. શી ટીમ મહિલાના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તેણી ત્રણ દિવસથી ઘરેથી ભાગી ગયેલી હતી. આમ,સી ટીમે અસ્થિર મગજની મહિલાને ઘેર સુરક્ષિત પહોંચાડી હતી.

[wptube id="1252022"]
Back to top button