JETPURRAJKOT

રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા રાજકોટની નામાંકિત કંપનીમાં ૩૦ ઉમેદવારોની સીધી ભરતી

તા.૨૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા હરિઓમ મોબાઈલ પ્રા. લી., રાજકોટ (પુજારા ટેલીકોમ ગ્રુપ) માટે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કંપનીમાં રાજકોટ, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા લોકેશન ઉપર પ્રમોટર અને કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે યોજાયેલા આ રોજગાર ભરતી મેળામાં સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં જિલ્લાઓમાંથી ૬૭ જેટલા ઉમેદવાર હાજર રહ્યા હતા. આ ભરતી મેળાની શરૂઆતમાં પ્રિ-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીમાંથી ઉપસ્થિત રહેલ ઝોનલ રિક્રુટમેન્ટ મેનેજરશ્રી લોમેેશભાઈ પ્રજાપતિ દ્વારા કંપની વિશે જરૂરી માહિતી, પગારધોરણ, કરવાની થતી કામગીરી, કંપની દ્વારા આપવામાં આવતી સવલતો સહીતની જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી. કંપનીના ઝોનલ ટેકનિકલ/ટ્રેનિંગ મેનેજરશ્રી કેયુરભાઈ ચૌહાણએ પસંદગી પામનાર ઉમેદવારને શરૂઆતમાં ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવશે તેની વિગતે ચર્ચા કરી હતી.

હાજર ઉમેદવારોનાં રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ બાદ ક્રમબદ્ધ મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. સ્ક્રીનીંગ પ્રક્રિયા પૂર્ણ બાદ જરૂરી લાયકાત ધરાવતાં જુનાગઢ, પોરબંદર તેમજ રાજકોટ સહિતના જિલ્લાઓના કુલ ૩૦ ઉમેદવારોની પસંદગી કરી કંપનીના પે રોલ પર સીધી ભરતી કરવામાં આવી હતી. આ તકે કંપનીનાં અધિકારીઓએ સંસ્થાનાં વડાનો આભાર માન્યો હતો. કંપનીમાં પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં આઠથી દસ દિવસમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે તેમ આઈ.ટી.આઈ. રાજકોટનાં આચાર્યશ્રી સાગર રાડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button