MORBIMORBI CITY / TALUKO

રમવા માટેની કોઇ વય મર્યાદા હોતી નથી તેવું પ્રસ્થાપિત કરતી મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન મહિલાઓ

સિનિયર સીટીઝન બહેનો માટે મોરબીમાં એથ્લેટીક્સ, યોગાસન, ચેસ, રસ્સાખેંચની સ્પર્ધાઓ યોજાઇ

મોરબીની જિલ્લાની સિનિયર સીટીઝન બહેનો કરશે રાજ્યકક્ષાએ  મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ ગુજરાત સરકારશ્રી દ્વારા G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી દ્વારા ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સિનિયર સીટીઝન બહેનો માટે જિલ્લા કક્ષાની એથ્લેટીકસ, રસ્સાખેંચ, યોગાસન અને ચેસ વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

રમવા માટે કોઇ ઉંમરની મર્યાદા નડતી નથી એવું મોરબી જિલ્લાની સિનિયર સીટીઝન બહેનોએ પ્રસ્થાપિત કર્યું છે. ગત તા.૧૭-૦૩-૨૦૨૩ના રોજ શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય, હરબટીયાળી, ટંકારા ખાતે એથ્લેટિક્સ અને રસ્સાખેંચ સ્પર્ધા તેમજ તા.૧૮-૦૩-૨૦૨૩ના રોજ નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ, મોરબી ખાતે યોગાસન અને ચેસ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં સિનિયર સીટીઝન બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સિનિયર સીટીઝન મહિલાઓ આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.આ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓને પ્રમાણપત્ર અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ટંકારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુષ્પાબેન કામરિયા તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રવિકુમાર ચૌહાણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button