
વિજાપુર લાડોલ ગામની બીએસ પટેલ કન્યા વિદ્યાલય ને મળ્યો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામની બીએસ પટેલ કન્યા વિદ્યાલય ને જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ તેમજ એક લાખ રૂપિયાનો પારિતોષિક ઇનામ મળતા શાળાની વિદ્યાર્થીનીઓ માં આનંદ ની લાગણી ઉભી થવા પામી હતી જેમાં શાળાના આચાર્ય ડો રેખાબેન પટેલ ને જીલ્લા શિક્ષણ અધિકારી એકે મોઢ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો તેમજ એક લાખનો પુરસ્કાર પણ શાળાની પ્રગતિ માટે આપ્યો હતો જેને લઇને શાળાના ટ્રસ્ટી મંડળ તેમજ શાળામાં ભણતી કન્યાઓ માં ભારે હર્ષની લાગણી જન્મી હતી જોકે શાળામાં ભણતી છાત્રાઓએ શાળા તરફ થી ભારતભરમાં વિજ્ઞાન ક્ષેત્રે સારી નામના આપવામાં ખૂબ મોટો ફાળો કન્યાઓનો રહ્યો હતો શાળના બાળકો માં પ્રબળ શક્તિ લાવનાર શિક્ષક ગણ તેમજ આચાર્ય નો બહુમૂલ્ય યોગદાન ના કારણે બીએસ પટેલ કન્યા વિદ્યાલય જીલ્લા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારની શ્રેષ્ઠ શાળા નો એવોર્ડ પ્રાપ્ત થતા શાળમાં ખુશી ની લહેર ઉભી થવા પામી છે