
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લામાં ધીમે ગતિએ ફરી કોરોના જોર
પકડી રહ્યો છે આ મહિનામાં એક બે કરી જિલ્લામાં એક મહિના ચાર કેસો સામે આવતા જિલ્લાનો એક્ટિવ આંક વધી ચાર પર પહોંચ્યું છે જિલ્લામાં આજે પણ બે દર્દીઓના સેમ્પલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં વાંસદા તાલુકામાં ૨૩ વર્ષીય યુવતી અને ૪૫ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝીટીવ સામે આવ્યો છે. આજરોજ આરોગ્ય વિભાગ એ ૨૫૯ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા હતા જે પેકી બે દર્દીઓના સેમ્પલ પોઝિટિવ સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યા છે. સ્થાનિકોમાં એકજ દિવસમાં ત્રણેય ૠતુ નો અનુભવ થઈ રહ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં શરદી ખાંસી સહિત વાયરલ ફીવર જેવા કેસ માં પણ વધારો થતાં તમામ હોસ્પિટલમાં લોકોની લાઈનો જોવા મળી રહી છે.
[wptube id="1252022"]



