MORBIMORBI CITY / TALUKO

અમદાવાદ જીપીઓ પોસ્ટ ઓફિસ દ્વારા બાળ આધાર કેમ્પ યોજાયો

અમદાવાદ ખાતે તાજેતરમાં તારીખ 17 અને 18 તેમ શનિ-રવિ બે દિવસનો કેમ્પ સફળતાપૂર્વક યોજાયો છે જે કેમ્પની જાણવા મળતી વિગત એવી છે કે આજના આધુનિક યુગમાં પાયાની પ્રાથમિક સુવિધા પ્રાપ્ત કરવા માટે મહત્વનું કાર્ડ એટલે કે આધાર કાર્ડ બન્યું છે જે આધાર કાર્ડ થી વંચિત લોકો ના રહે તે માટે અમદાવાદના સામાજિક કાર્યકર બુરાહનું દિન કાદરી ની આગેવાની હેઠળ વિવિધ સરકારી અધિકારીઓના માર્ગદર્શનથી પોતાના વિસ્તારમાં સર્વે સમાજ ચિંતક પ્રજાહિત કાર્ય અંતર્ગત અમદાવાદ ખાતે બાળ આધારકાર્ડ નો કેમ્પ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ના સહયોગથી રાયખડ પોસ્ટ ઓફિસ દ્વારા બે દિવસીય બાળ આધાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી

ની આગેવાનીમાં યોજાયેલા આ કેમ્પમાં ઝીરો થી પાંચ વર્ષના બાળકોના આધાર કાર્ડ બનાવવા,બાળકોના બેન્ક એકાઉન્ટ ખોલવા, આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરવા જેવી કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને લઈને ઊમટી પડ્યા હતા. આ કેમ્પમાં સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર અફસાના બાનું ચિશ્તી એ પણ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો. જે સમગ્ર કેમ્પમાં લાભ લેનાર અને સેવા લક્ષી કાર્ય સાથે ફરજ ના ભાગે કર્મચારીઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button