JETPURRAJKOT

મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે કોમ્યુનિટી હોલના ખાતમુહૂર્ત અને ટીપર વાનના લોકાર્પણ કરાયું

તા.૧૯ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે વોર્ડ નં -૧ માં કોમ્યુનિટી હોલના ખાતમુહૂર્ત અને ટીપર વાનના લોકાર્પણ કરાયું હતા.

મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકમાં સતાધાર પાર્ક પાછળ સંતોષ પાર્ક મેઈન રોડ ખાતે કોમ્યુનિટી હોલના ખાતમુહૂર્ત મંત્રી શ્રીમતી ભાનુબેન અને મેયરશ્રી પ્રદીપ ડવે કરાવ્યું હતું. આ જ વોર્ડમાં ૫૦ ટીપર વાનના લોકાર્પણ આમંત્રિતોના હસ્તે કરાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ઉદયભાઇ તથા શ્રીમતી દર્શિતાબેન શાહ, અગ્રણીશ્રી હિતેષભાઈ મારૂ, શ્રી જયરાજસિંહ જાડેજા, શ્રી કાનાભાઈ ખાણધર, વિવિધ વોર્ડના કોર્પોરેટર્સ, સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button