
૧૯ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


જામ-કંડોરણા કુમાર છાત્રાલય કેમ્પસમા શ્રી સરદાર પટેલ શૈક્ષણીક સંકુલ-જામ કંડોરણા સંચાલીત “કલરવ સ્કુલ”દ્વારા આયોજીત (આનંદ મેળો)નો શુભારંભ કરાવીને શાળાના ભુલકાઓ સાથે એમની કાલી ઘેલી ભાષામા વાર્તાલાપ કરીને બાળકો દ્વારા સંચાલીત સ્ટોલની મુલાકાત કરીને બાળકોને પ્રોત્સાહીત કરતા સંસ્થાના પ્રમુખ જયેશ રાદડીયા
વિદ્યાર્થીએ વર્ષ દરમ્યાન કરેલ અભ્યાસનો થાક ઉતારવા માટે અને આવનારી વાર્ષિક પરીક્ષા વિદ્યાર્થીઓ આનંદિત મન સાથે આપી શકે તે માટે આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલરવ સ્કૂલ ના ટ્રસ્ટીઓ, આગેવાનો તથા ૬૦૦૦ થી પણ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા..
આ આનંદ મેળાના કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મલ્કેશ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફે જય મત ઉઠાવી હતી.
પ્રમુખ જયેશભાઈ રાદડીયા સાહેબે સર્વે સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ..
સંસ્થાના ટ્રસ્ટીઓ ગોવિંદભાઈ રાણપરીયા,વિઠલભાઈ બોદર,મોહનભાઈ કથીરીયા,ઘનજીભાઈ બાલધા,નિલેશ બાલધા,નાથાભાઈ બાલધા,ચંદુભા ચૌહાણ,હરસુખભાઈ પાનસુરીયા તેમજ વગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.








