
વિજાપુર લક્વાગ્રસ્ત મહિલાને પતિએ કાઢી મૂકવાના કેસમાં પતિને ભરણપોષણ ની માસિક રકમ ચૂકવવા કોર્ટે હૂકમ કર્યો
પર જ્ઞાતિમાં પુનઃલગ્ન કરનાર મહિલાને ન્યાય મળ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કુકરવાડા ઉબખલ ગામની દરજી જ્ઞાતિની મહિલા એ રાંધેજા ગામે વિધુર સાથે વર્ષ 2016 માં પૂનઃલગ્ન કર્યા હતા લગ્ન દરમ્યાન મહિલાને લકવો પડતા પતિએ કાઢી મૂકતા મહિલાએ વિજાપુર કોર્ટમાં પતિ વિરૂદ્ધ વકીલ એસી ગોસ્વામી મારફત કેસ કર્યો હતો જે કેસ સિવિલ કોર્ટના જજ કુમારી પૂજા કે દવે ની અદાલત માં ચાલી જતા જરૂરી પૂરાવા ના આધારે પતિને લક્વાગ્રસ્ત પત્નીને દર મહિને રૂપિયા 4000/-ચૂકવવા નો હૂકમ કર્યો હતો આ અંગેની મળતી માહિતી મૂજબ કુકરવાડા ના દરજી અરુણા બેન ડાહ્યા ભાઈ ના લગ્ન વર્ષ 2016 માં રાંધેજા ગામના પટેલ મહેશભાઈ રમેશભાઈ ની પ્રથમ પત્ની એ અગ્નિ સ્નાન કરી લેતા ત્યારબાદ બીજા લગ્ન કર્યા હતા જે લગ્ન ગાળાના સમયે મહિલાને લકવો પડી જતા સારવાર કરવા ને બદલે મહેશભાઈ પટેલે છુટાછેડા લેવાનું આયોજન કરી માનસિક શારિરીક અસ્થસ્વસ્થ પત્ની ને રૂપિયા 1,21,000/- ના ચૂકવવા નો તુતક પત્રો રચી તેમજ નોટરી કરાવીને તગેડી મૂકતા મહિલાએ ભરણપોષણ નો કોર્ટમાં દાવો કરતા જે કેસ કોર્ટ વકીલ એસી ગોસ્વામી મારફત મૂકયો હતો જે નો કેસ સિવિલ કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી પૂજાબેન કે દવે ની અદાલત માં ચાલી જતા જરૂરી પુરાવા ના આધાર ઉપર કોર્ટે છૂટાછેડા આપનાર પતિ મહેશભાઈ પટેલને મહિલાને રૂપિયા માસિક 4000/- ચૂકવવા નો ન્યાયિક હૂકમ કર્યો હતો





