NAVSARI

નવસારી જિલ્લામાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૯.૨૨ કરોડની ગ્રાન્ટ ખર્ચ પણ હજૂ સ્થળ પર ચિત્ર કંઇક અલગ જ

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ

નવસારી જિલ્લામાં જલ સે નલ યોજનાં અંતર્ગત સરકાર શ્રી દ્વારા નવસારી જિલ્લાના અલગ અલગ ગામો માં ઘર સુધી પાણી પહોંચાડવા માટે અલગ અલગ તાલુકાનાં ગામો ને પસંદ કરવામાં આવ્યાં હતાં જેમાં વર્ષ ૨૦૨૦-૨૧,૨૨,૨૩ માં કરોડો રૂપિયા ની ગ્રાન્ટ નવસારી જિલ્લાના વાસ્મો ને ફાળવવામાં આવી હતી જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૯.૨૨ કરોડ ની ગ્રાન્ટ નો વપરાશ કરવામાં આવ્યો હતો પણ હજૂ સુધી લાભાર્થી ના ઘર સુધી પાણી નું ટીપું પહોંચ્યું નથી જ્યારે હાસ્યાસ્પદ લાભાર્થીઓને જ લાભ મળ્યો છે ત્યારે કરોડોની વાસ્મો યોજના પર પાણી ફરી વળ્યા હોય એમ લાગી રહ્યું છે. આ યોજના અંતર્ગત લાભાર્થી ના ઘર સુધી પાણી પહોંચાડવા ની સરકાર ની યોજનાં દાવા પોકળ પુરવાર થઈ રહ્યા છે. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વર્ષ૨૦૨૦થી ૨૦૨૩સુઘી વાસ્મો યોજના હેઠળ નવસારી જિલ્લામાં કુલ ૨૮ અલગ અલગ એજન્સીઓએ કામગીરી કરી છે. ત્યારે અમુક સ્થળોએ જ નલ સે જલ યોજના અંતર્ગત લાભાર્થી ને લાભ મળ્યો છે. જ્યારે ઘણી ખરી જગ્યાએ તો હજુ સુધી પાણી પહોંચાડવા માટે કરેલ બોર અને આ પાણી લાભાર્થી સુધી પહોંચાડવા માટે મોટરો મૂકવામાં આવી છે એનાં કનેક્શન જ નથી આવ્યાં તો ઘણી ખરી જગ્યાએ કરેલ બોર માં પાણી આવતા નથી. ત્યારે શું કહી શકાય કે કરોડો રૂપિયાની આ યોજના ફક્ત કાગળ પર જ કરી હોય? જ્યારે સરકારશ્રી દ્વારા અને ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર નલ હર ઘર જલ નું સ્વપ્નો સેવાઈ રહ્યા છે ત્યારે આવી એજન્સીઓ અને અધિકારીઓના પાપે આ સ્વપ્નો રૂંધાઇ રહ્યો હોય એમ લાગી રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ એજન્સીઓની કામગીરી તપાસવામાં આવે અને જો યોગ્ય કામગીરી ન હોય તો બ્લેક લિસ્ટ કરવામાં આવે એ હાલને તાતી જરૂરિયાત નજરે પડી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં સરકારશ્રી દ્વારા શું પગલાં લેવામાં આવશે?

બોક્સ ૧
નવસારી જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ સુધી કુલ 28 એજન્સીઓ કામ કરી ચૂકી છે ત્યારે દરેક એજન્સીઓની કામગીરી ચકાસવામાં આવે અને જો યોગ્ય કામગીરી ના કરી હોય તો બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી તાતી જરૂરિયાત હાલ ઊભી થવા પામી છે.

બોક્સ ૨
નલ સે જલ યોજના અંતર્ગત એજન્સીઓ જે કામગીરી કરી છે એમાં મોટાભાગની એજન્સીઓને પેમેન્ટો પણ કરી દેવામાં આવ્યા છે અને ઘણી ખરી એજન્સીઓને ૭૫% પેમેન્ટો કરી દેવામાં આવ્યા છે એ દરેક એજન્સીઓના કામગીરીને તપાસવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે.

[wptube id="1252022"]
Back to top button