ટંકારામાં સ્વચ્છતા નો અભાવ ગ્રામ પંચાયતમાં સફાઈ વેરો ઉઘરાવવામાં ઝડપ ગંદકી ગટરના વહેતા પાણી દૂર કરવામાં ઢીલા ઢફ!!!

ટંકારામાં સ્વચ્છતા નો અભાવ ગ્રામ પંચાયતમાં સફાઈ વેરો ઉઘરાવવામાં ઝડપ ગંદકી ગટરના વહેતા પાણી દૂર કરવામાં ઢીલા ઢફ!!!

ભાજપ શાસનકાળમાં મહાનગરપાલિકા જિલ્લા પંચાયત સહિત ગામ પંચાયતો મા જાણે કાગળ પર જ વિકાસ થતો હોય તેમ મોટાભાગે મતદાર પ્રજા મહેસુસ કરી રહી છે ત્યારે ટંકારામાં સોસાયટીઓ અને સ્થાનિક રહીશોની સતન અવરજવર રહેતી હોય તેવી શેરીગલી કે સોસાયટીમાં કચરા ગંદકી ઉભરાતી ગટરથી લોકો પરેશાન થયા છે ટંકારા મા સ્વચ્છતા ના અભાવે સ્થાનિક મતદારો ગામ પંચાયતમાં વેરા વસુલાત કરવા કે સફાઈવેરા ઉઘરાવવામાં જેટલી કાળજી રાખવામાં આવે છે તેવી જ કાળજી લોકોની સુખાકારી પ્રાથમિક સુવિધા આપવામાં રાખે તો ભરોસાની ભાજપ સરકારના રાજ સ્થાનિક ધારાસભ્યો કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પ્રજાલક્ષી કાર્યથી વંચિત રહેતા ચૂંટાયેલા સરપંચો નગરસેવકોને પ્રજા લક્ષી કાર્ય અંતર્ગત સજાગ કરવા જોઈએ જેથી ભરોસાની ભાજપ સરકારના ચૂંટાયેલા નેતાઓનો ભરોસો મતદારોમાં યથાવત રહે પરંતુ ટંકારા ખાતે વારંવાર લેખિત મૌખિક ગંદકી કચરા ગટર અંગે વ્યાપક ફરિયાદો કરવા છતાં ગામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો સરપંચોને પોતાના કાર્ય અંતર્ગત ફુરસદ મળે તો પ્રજાના વિકાસ લક્ષી કાર્યોને સાંભળી સમાધાનનું અંત આવે પરંતુ આવું ટંકારા ગામ પંચાયતમાં વેરા વસુલાત કરી પ્રજા ને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં ઠન ઠન ગોપાલ જેવો ઘાટ સ્થાનિક મતદારો સોસાયટીના રહીશો મહેસૂસ કરી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી ભાજપના વિકાસના વાદળો બારેમાસ વગર વરસાદે ઘેરાતા નિષ્ફળ રહેલી પંચાયત કે જિલ્લા કક્ષાની કચેરીઓ ના કારણે વિકાસ લક્ષી કાર્યમાં પણ ટંકારા પંથકમાં માવઠા મહેસુસ કરવા પડે છે









