છેલ્લાં નવ વર્ષથી બોડેલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.


પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે બોડેલી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૩૧/૨૦૧૪ ઇ.પી.કો કલમ. ૩૬૬, ૩૭૬, ૧૧૪ ગુનાના કામે પકડવાનો બાકી આરોપી આરોપી વિજયભાઇ ખાતરીયાભાઇ ધાણુક રહે. ઝરકલી તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો પલાસદા ગામે ત્રણ રસ્તા પાસે આવેલ છે. જે હકીકત આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા પલાસદા ગામેથી બાતમી મુજબના વર્ણન વાળા આરોપી વિજયભાઇ ખાતરીયાભાઇ ધાણુક ઉ.વ.૨૭ રહે. ઝરકલી તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









