
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
તળાવો ભરવા માંગ:મેઘરજ તાલુકા ના ઉત્તરે અને રાજસ્થાન ની સરહદે આવેલા ઇસરી,રેલ્લાવાડા,શણગાલ સહિત ના ગામડાઓના તળાવો પાણી થી વંચિત

મેઘરજ તાલુકા ની ઉત્તરે આવેલ અને સરહદી વિસ્તાર ના 15 ગામ ના 20 જેટલા તળાવો સરકારી રેવન્યુ હેઠળ ના હોવાના કારણો તળાવો ભરવાની યોજના ના લાભ થી વંચિત,ખેડૂતો અને પશુપાલકો ને પાણી વગર ટાડવાડવા નો વારો
મેઘરજ તાલુકા ના ઉત્તરે અને રાજસ્થાન ની સરહદે આવેલા ઇસરી,રેલ્લાવાડા,શણગાલ સહિત ના ગામડાઓ માં જે તે વખતે અછત ના કામો ચાલતા હતા તે વખતે આ વિસ્તારમાં ગૌચર ની જમીન માં તળાવો ખોદેલા હતા કોઈપણ યોજના હેઠળ તળાવો ખોદવા માં આવે પણ મુખ્ય આશય તળાવો ભરવા નો હોય છે ભરેલ તળાવ નું પાણી સંકટ સમયે કામ લાગે માટે તળાવો ખોદાય છે હાલ ઉનાળા ની શરૂઆત છે અને આ વિસ્તાર ના જળસ્તર નીચા ગયા છે નદી તળાવો ના પાણી સુકાઈ ગયા છે આ વિસ્તાર માં પાણી નો કોઈ સ્ત્રોત નથી હાલ જો આ વિસ્તાર ના તળાવો ભરાય તો જ ભૂગર્ભ જળ ઉપર આવે એમ છે જેથી ગ્રામજનો એ તંત્ર માં રજુઆત કરી હતી કે આ વિસ્તાર ના તળાવો સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ભરવાની યોજના માં ભરવા માં આવે પરંતુ સિંચાઈ વિભાગે ગ્રામજનો ને જણાવ્યું હતું કે આ તળાવો ગૌચર માં છે અને સરકારી રેવન્યુ રાહે નેમ કરેલ નથી જેથી સરકારી દફતરે નોંધાય તો જ તળાવો ભરાય જેથી ગ્રામજનો એ ગાંધીનગર મિનિસ્ટ્રી માં રજુઆત કરી હતી જેથી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર ને અને કલેક્ટરે મેઘરજ મામલતદારને લેખિત માં જાણ કરી હોવા છતાં જે તે ગ્રામપંચાયત ના તલાટી દ્વારા આ ગૌચર માં ખોદેલાં તળાવો સરકારી રાહે દફતરે લેવાતા નથી અને ખરા ઉનાળા ના સમયે તળાવો હોવા છતાં પાણી ભરાતા નથી અને ખેડૂતો અને પશુપાલકો હાલાકી નો સામનો કરી રહ્યા છે જેથી ખેડૂતો એ આ વિસ્તાર ના ગૌચર માં રહેલા તળાવો સરકારી રેવન્યુ રાહે નિમ કરી સિંચાઈ ની યોજના હેઠળ તળાવો ભરવા માં આવે એવી ગ્રામજનો ની માંગ છે








