NAVSARI

નવસારી નગરપાલિકાની સરાહનીય કામગીરી :બોર્ડ પરીક્ષા દરમિયાન વિધાર્થીઓને વિનામૂલ્યે મુસાફરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી વિજલપોર નગરપાલિકાની સરાહનીય કામગીરી: બોર્ડ પરીક્ષા દરમિયાન વિધાર્થીઓ માટે વિનામૂલ્યે મુસાફરી સુવિધા શરૂ કરવામાં આવતા વિધાર્થી આલમમાં ખુશીનો સર્જાયો નવસારી શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન અંતર્ગત સુવિધાશહેરમાં સિટી બસ સેવા હાલે ચાલુ છે. નવસારીમાં ચાલતી સિટી બસ સેવામાં 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન વિનામૂલ્યે મુસાફરી કરી શકશે હાલમાં શહેરમાં 8 રૂટ ઉપર બસ દોડાવવામાં આવી રહી છે અને તેનો મોટી સંખ્યામાં આ સુવિધાઓનો મુસાફરો લાભ લઈ રહ્યાં છે. હાલ નવસારી પંથકમાં અનેક સેન્ટર ઉપર પરીક્ષા એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ત્યારે બસસેવા સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી ! કરી શકશે. આ માટે પરીક્ષાની રસીદ અથવા હોલ ટિકિટ કે અન્ય પુરાવા બતાવવાનું રહેશે. નવસારી- વિજલપોરની ઉમદા પહેલથી પરીક્ષાર્થીઓમાં ચિંતા મુક્ત મુસાફરીની સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

[wptube id="1252022"]
Back to top button