BHARUCHNETRANG

નેત્રંગ ના બે પરીક્ષા કેન્દ્રો પર શાંતિપુર્ણ માહોલમા શરૂ થયેલ ધોરણ ૧૦ અને ૧૨ ની બોડઁ ની પરીક્ષા. 

નેત્રંગ ના બે પરીક્ષા કેન્દ્રો પર શાંતિપુર્ણ માહોલમા શરૂ થયેલ ધોરણ ૧૦ અને ૧૨ ની બોડઁ ની પરીક્ષા.

 

 

રાજયભરમા આજથી શરૂ થયેલ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની માર્ચ ૨૦૨૩ ના વર્ષ ની પરીક્ષાને લઇ ને નેત્રંગ ના બે કેન્દ્રો પર શાંતિ પૂર્ણ માહોલમા વિધાથીઓ પરીક્ષ આપી.

નેત્રંગ  કેન્દ્ર પર શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલના ઇન્ચાર્જ આચાર્ય ભાવનાબેન દેસાઇ અને શાળા પરિવાર દ્વારા શાળા પ્રવેશ દ્વાર પર કુમકુમ તિલક તેમજ ચોકલેટ આપી વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ, થવા કેન્દ્ર પર પણ શાળા સંચાલકો થકી વિધાથીઓ નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ.

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ ની આજ થી શરૂ થયેલ પરીક્ષા આપવા માટે શિક્ષણ વિભાગ થકી ફાળવવામા આવેલ નેત્રંગ તાલુકા ની ૧૪ થી ૧૫ જેટલી શાળાઓમા અભ્યાસ કરતા વિધાથીઓ માટે નેત્રંગ ટાઉનમા આવેલ શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ નુ કેન્દ્ર નંબર ૬૧૧૭ પર તાલુકામા આવેલ કુલ્લે ૯ શાળાઓના મળી ૧૦૩૧ વિધાથીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે થવા હાઇસ્કૂલ ખાતે ધોરણ ૧૦નુ ફાળવેલ કેન્દ્ર નંબર ૬૨૩૧/૧ પર  કુલ્લે ૬ શાળાના ૪૨૨ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

 

ધોરણ ૧૨ માટે ભક્ત હાઇસ્કુલ ખાતે ફાળવેલ કેન્દ્ર નંબર ૧૧૦૫ પર કુલ્લે ૬ શાળાના મળી ૬૩૦ વિધાથીઓ પરીક્ષા આપી રહ્યા છે.થવા હાઇસ્કૂલ ખાતે ફાળવેલ ધોરણ ૧૨ નુ કેન્દ્ર નંબર ૧૧૦૮ પર  કુલ્લે ૬ શાળાઓના મળી કુલ્લે ૨૭૧ વિધાથીઓ પરીક્ષા આપી રહ્યા છે.

 

બંન્ને કેન્દ્રો પર વિધાથીઓ શાંતિપુણ માહોલમા પરીક્ષાઓ આપે તે માટે નેત્રંગ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્તમા તેનાત કરાયો છે. જ્યારે નેત્રંગ  આરોગ્ય વિભાગ નો સ્ટાફ પણ ખડેપગે વિધાથીઓ ની સેવામા જોવા મળ્યો છે.

 

બ્રિજેશકુમાર પટેલ

પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા

 

[wptube id="1252022"]
Back to top button