વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે નવસારી જિલ્લામાં પરીક્ષા સાથી હેલ્પલાઇન ટીમ કાર્યરત કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસ.એસ.સી/એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાનપ્રવાહ)ની પરીક્ષા આજથી શરૂ થઇ છે.
વિદ્યાર્થીઓના મુંઝવતા પ્રશ્નો,માનિસક ડર, હતાશા, તણાવ અને મુંઝવણ ના અનુભવે તેમજ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ તેમજ હકારાત્મક વલણ થાય તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, નવસારી દ્વારા આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ સુધી જિલ્લામાં પરીક્ષા સાથી હેલ્પલાઇન ટીમ કાર્યરત કરવામાં આવી છે.
જે અંતર્ગત બોર્ડના અધિકારીશ્રીઓના સંપર્ક નંબર આ મુજબ છે. અધ્યક્ષશ્રી ગાંધીનગર (૦૭૯) ૨૩૨૫૩૮૧૭, નિયામકશ્રી (પરીક્ષા), અને નાયબ અધ્યક્ષશ્રી (૦૭૯) ૨૩૨૫૩૮૨૭/૯૯૦૯૯૪૬૬૩૫, નાયબ નિયામકશ્રી પરીક્ષા (૦૭૯) ૨૩૨૫૩૮૨૭, સચિવશ્રી ગાંધીનગર (૦૭૯) ૨૩૨૫૩૮૨૪/૯૦૯૯૦૫૫૦૨૩, પરીક્ષા સચિવશ્રી ગાંધીનગર (વિ.પ્ર.) ૦૭૯-૨૩૨૫૩૮૨૪/૯૯૦૯૯૪૬૬૭૬, પરીક્ષા સચિવશ્રી ગાંધીનગર (સા.પ્ર.) (૦૭૯) ૨૩૨૫૩૮૨૪/૯૯૦૯૯૪૬૩૫૦, કન્ટ્રોલર ઓફ એકાઉન્ટસ એન્ડ કોમર્સ સ્ટોર્સ (૦૭૯) ૨૩૨૫૩૮૩૦/૯૬૩૮૦૦૦૧૨૬, પરીક્ષા સચિવશ્રી ગાંધીનગર-૯૧૦૬૮૧૧૦૧૦, ગાંધીનગર કચેરી જનરલ ફોન- (૦૭૯) ૨૩૨૨૦૫૩૮/૧૯, ગાંધીનગર કંટ્રોલરૂમના ફોન/ફેકસ-૯૯૦૯૦૩૮૭૬૮ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા જિલ્લા શિક્ષણાધિકારી, નવસારી દ્વારા જણાવાયું છે.



