SINOR

ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનાં વિદ્યાર્થીઓને શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલે શુભેચ્છા પાઠવી

સમગ્ર ગુજરાતભરમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે ત્યારે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓમાં આનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શિનોર ખાતે આવેલ જે.સી.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ને શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ તેમજ આગેવાનો તેમજ સ્કૂલ સંચાલકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
સચિન પટેલ દ્વારા વિદ્યાર્થીઓ ને ગુલાબનું ફૂલ તેમજ મોઢું મીઠું કરાવી ઉજ્જવળ ભવિષ્ય તેમજ કારકિર્દી ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button