
તા.૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બલધોઈ ગામ ખાતે તા.૧૩ માર્ચના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન રાત્રિ સભાનું આયોજન થશે.

આ રાત્રિ સભામાં ગ્રામજનોના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ લાવવા માટે તલસ્પર્શી ચર્ચા કરવામાં આવશે. જેમાં સંબંધિત વિભાગના અઘિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરશે. આ રાત્રિ સભામાં બલધોઈ ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટી મંત્રીશ્રી, જસદણ મામલતદાર કચેરીના અધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહેશે.તેમ જસદણ તાલુકા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








