
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના એક ગામની પરણિતા નો તૂટતો સંસાર બચાવ્યો

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના એક ગામની પરણિતા એક વર્ષથી પિયર માં રહેતા હતા અને પતિ સાસુ તથા સસરા સાસરીમાં સ્વીકાર કરવાની ના પાડતા હતા તેવો કૉલ મહિસાગર 181 ટીમને મળ્યો હતો આથી મહિસાગર 181 ટીમ પીડિતાની સાસરીમાં પહોંચી અને પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે પીડિતાને નાનું બાળક છે તેમને છ મહિનાનું બાળક હતું ત્યારથી તેઓ પોતાના પિયરમાં હતા સાસરીમાં આવે તો પતિ પાછા પિયરમાં મૂકી આવતા હતા તને નાની નાની બાબતે ઝઘડો કરી પિડીત બેનનું અપમાન કરતા અને અપ શબ્દો બોલતા કે તું તારા પિયર જતી રહે અને અહી રહેતી નહીં તેમ બોલી અપમાન કરતા આથી પીડિતા મરી જવાનું કહેતા આત્મહત્યા કરવાનું પગલું ભરતા હતા તો એક વર્ષે પીડિતાને પિયરથી પિયર વાળા ગાડી લઈને મૂકવા આવ્યા તો પતિ સાસુ અને સસરા સ્વીકાર કરવાનો ના પાડતા આથી પરણિતાએ 181 ટીમની મદદ માગી હતી 181 ટીમે પરણીતાના પતિ સાસુ સસરા સાથે સમજાવટ કરી પીડિતાના પિયર પક્ષના માણસો તથા સાસરી પક્ષના ફળિયાના માણસો વચ્ચે સાસરી વાળા ને સમજાવ્યા તથા પિડીતા બેનને પણ સમજાવ્યા કે આત્મહત્યા કરવાનું વિચારવું નહીં સાસરી તરફથી કોઈપણ હેરાન ગતિ હોય તો સરપંચ કે 181 અભયમ ટીમની મદદ લેવી આથી માગૅદશૅન પૂરું પાડશે તેમ સમજાવી પરણિતાને સાસરીમાં પતિ તથા સાસુ સસરાની સંમતિ અને પરણીતાની સંમતિથી નિર્ણય લીધેલ છે પરણિતાને કાયદાકીય માહિતી આપી એક વર્ષ બાદ પરણીતાના તૂટેલા સંસારને બચાવવામાં 181 ટીમ મહીસાગરે મહત્વની ભૂમિકા ભજવી છે આથી પીડિતા બહેન તથા તેમના પિયરવાળા અને સાસરીવાળા એ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો








