MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર તાલુકાના જાલી ગમે દલિત પરિવારનું મકાન સળગીને રાખ થઈ ગયું: વીસ દિવસ સુધી તંત્રના પેટનું પાણી પણ ના હલ્યું.

વાંકાનેર તાલુકાના જાલી ગમે દલિત પરિવારનું મકાન સળગીને રાખ થઈ ગયું: વીસ દિવસ સુધી તંત્રના પેટનું પાણી પણ ના હલ્યું


ભરોસાની ભાજપ સરકારના રાજમાં મતદાર પ્રજા ને ઝડપી ન્યાય મળે તેવા હેતુસર વડાપ્રધાન દ્વારા મોટાભાગે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી છે ત્યારે સાચા હકદારોને ઝડપી ન્યાય હક આપવા માટે જિલ્લા કક્ષાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે વાંકાનેર તાલુકાના જાલી ગામ ખાતે ગત તારીખ 13 2 2023 ના રોજ કોઈ કારણોસર સવારના આશરે દર્શક વાગ્યાના સુમારે એકા એક દલિત પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજીરોટી માટે કામે ગયેલ હોય તે સમય દરમિયાન સવારના 10:00 વાગ્યાના સુમારે આગ લાગ્યાની ગામજન્નો એ જાણ ફોનમાં કરી હતી જેથી તત્કાલ તેવો વાંકાનેર નજીક ઢુવા ખાતે ગામેથી સિરામિક ફેકટરીમાં મજુરી કામે થી તત્કાલ ઘરે પહોંચ્યા તે સમય દરમિયાન ગામજનો એ આગને કાબુમાં લઈ લીધી હતી પરંતુ સમગ્ર ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી ..

 

જેથી કિશન ભાઈ દલપતભાઈ મજુર દલિત પરિવારનું મકાન બળી ને રાખ થઈ ગયેલ હતું જેથી સરપંચ અને ગામ પંચાયતમાં જાણ કરી સરકારી યોજનાનો લાભ અંગે રજૂઆત કરેલ જેને સમયસર તંત્ર એ ધ્યાને ના લેતા દલિત સમાજના અગ્રણી હસનપર અશોકભાઈ મકવાણા નો સંપર્ક કરી યોગ્ય કચેરીએ યોગ્ય વળતર અંતર્ગત લેખિત તથા મૌખિક ફરિયાદ કરી ઘરવખરી બળી ગયેલ તેની વળતર માંગણી કરી છે જેના અનુસંધાને જાલી ગામ ખાતે તંત્ર ઘટના સ્થળે સર્વે હાથ ધરેલ છે ..

જેનો યોગ્ય ન્યાય તંત્ર દલિત પરિવારને નહીં મળે તો પૂરા પરિવાર સાથે જિલ્લા વિકાસ અધિકારી મોરબી ખાતે સહ પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચારી છે

[wptube id="1252022"]
Back to top button