જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ ખાતે ધોરણ ૧૦અને ૧૨ ના વિધાર્થીઓ નો ઇનામ વિતરણ વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ ખાતે ધોરણ ૧૦અને ૧૨ ના વિધાર્થીઓ નો ઇનામ વિતરણ વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
જેમાં મુખ્ય મેહમાન તરીકે છિદ્ર ગામ ના અને શાળા ના ભૂતપૂર્વ વિધાર્થી એવા જગદીશ ભાઈ પટેલ જેઓ હાલ કલેક્ટર શાખા માંથી લેબર ઓફિસર તરીકે નિવૃત થયા છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓ નું જંત્રાણ શાળા પરિવાર વતી શાળા આચાર્ય શ્રી અસ્ફાક સર દ્રારા શાલ ઓઢળીને સન્માનિત કર્યા હતા સાથે અન્ય મેહમાન તરીકે હર્ષવર્ધન ભાઈ પટેલ છિદ્ર ગામ, તેમજ જંત્રાણ ગામના કપાસ ના વેપારી સફીકભાઈ ખિલજી, વડદલા ગામ ના અગ્રણી હસમુખભાઈ યાદવ ઉપસ્થિત રહયા હતા આ ખાસ પ્રંસગે દ્રિતીય કસોટી માં ધોરણ 9 થી 12 ના 1થી 3 નંબર મેળવેલ વિદ્યાર્થી ઓ તેમજ અન્ય સ્પર્ધા ઓ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે ૧૦ અને ૧૨ ના વિધાર્થી ઓ ને ઉજવળ કારકિર્દી ની શુભેચ્છાઓ પાઠવી વિદાય કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શાળા શિક્ષિકા પદમાબેન વસાવા દ્રારા કરવામાં આવ્યું…





