


હોળી ધુળેટી પર્વ ને લઈ વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાના દિવેર મઢી નર્મદા નદી પટ્ટ નાં પાણીમાં ડુબી જવાની ઘટનાઓ અગાઉ બનેલ છે.જેને લઇ વડોદરા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરતા શિનોર પોલીસ એક્શન માં આવી છે અને દિવેર નર્મદા નદીના પટ્ટ મઢી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તેમજ
દિવેર મઢી જવાના મુખ્ય માર્ગો ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોને નદીમાં સ્નાન કરવા માટે ન જવા સૂચના આપવામાં આવી હતી.
જ્યારે મઢી ખાતે આવેલ વાલેશ્વર આશ્રમ તેમજ શિવભદ્ર આશ્રમો પર જતા દર્શનારથીઓને દર્શન કરવા માટે જવા દેવામાં આવતા ભક્તો દ્વારા તમામ શિનોર પોલીસ સ્ટાફ નો આભાર માન્યો હતો.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]





