ARAVALLIMEGHRAJ

મેઘરજ: દારૂ ભરેલી કારે બાઈક ને ટક્કર મારી,લોકો કહે છે ખાનગી ગાડી પોલીસકર્મીની છે,બીજી કારમાં પોલિસ કર્મી સાથે દારૂ સપ્લાય ના CCTV ફૂટેજ સામે આવ્યા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ: દારૂ ભરેલી કારે બાઈક ને ટક્કર મારી,લોકો કહે છે ખાનગી ગાડી પોલીસકર્મીની છે,બીજી કારમાં પોલિસ કર્મી સાથે દારૂ સપ્લાય ના CCTV ફૂટેજ સામે આવ્યા

અરવલ્લી જિલ્લામાં પોલીસના કાળા કામનો વધુ એક પુરાવો સામે આવ્યો છે ત્યારે જાણે ખાખી ને એના પગાર થી પણ વધારે લોભ હોય પૈસાનો તેવી રીતે બુટલેગરો સાથે હપ્તા બાંધી કાતો જાતેજ પોતે મિત્ર બની દારૂ સપ્લાય કરાવી રૂપિયા કમાવામાં મસ્ત બની જાય છે ત્યારે મેઘરજ તાલુકામાં પોલિસ સ્ટેશન ની છાબ હવે ધીરે ધીરે ઘટતી ગઈ છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે જેમાં વાત કરવામાં આવેતો મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં બાઇક અને કાર વચ્ચે થયેલા અકસ્માત માં બાઇક ચાલકને ઈજાઓ પોંહચી હતી અને આ સમગ્ર મામલો એક્સીડંટ થતા બહાર આવ્યો જેમાં અકસ્માત ગ્રસ્ત કારમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલો સામે આવ્યો હતો અને આ ગાડીમાં જયારે શંકાસ્પદ રીતે અન્ય કારમાં દારૂ ભરી દેવામાં આવ્યો હોવાના પણ હાલ તો સી સી ટી વી ફૂટેજ સામે આવ્યા છે જેમાં હાલ દારૂની સપ્લાય કરનાર મેઘરજ ના ત્રણ જેટલા પોલિસ કર્મીઓ ની સંડોવની હોય તેવું હાલ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે વધુમાં મેઘરજ ખાતે ફરજ બજાવનાર ગઢવી નામના કોન્સ્ટેબલની જ ગાડી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને ઇકો સ્પોર્ટ્સ કારમાંથી અન્ય કારમાં ભરેલો દારૂ લઈ મેઘરજ પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ફરાર થયો હોવાની પણ હાલ તો લોકો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે ઉપરાંત અન્ય બે વ્યકતિઓ જે હેડ કોન્સ્ટેબલ જ દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરી રહ્યો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે જેમાં દારૂ ભરેલી કાર લઈ રવાના થયેલો પોલીસ કર્મી અર્જુન ગઢવી હોવાની ચર્ચા વચ્ચે સીસીટીવી પણ સામે આવ્યા છે ત્યારે આ બાબતે અરવલ્લી જિલ્લા પોલીસ વડાની પ્રામાણિક છબીને વધુ એક પોલીસ કર્મીએ લાંછન લગાડ્યું હોય તેવી ઘટના થી અરવલ્લી જિલ્લા પોલિસ નું નાક નીચું થવા લાગ્યું છે મેઘરજ પોલીસ સ્ટેશનના વહિવટદાર તરીકે જાણીતા અર્જુન ગઢવી ના કરતૂતો થાણા અધિકારી ના ધ્યાનમાં હશે કે કેમ તે બાબતે પણ અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા મેઘરજ પોલીસ મથક ને વારંવાર ધબ્બો લગાડી રહેલા કર્મીઓ સામે કડક પગલાં ભરે તેવી પ્રજાની પણ માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button