જિલ્લા કલેકટર શ્રી દ્વારા દિવેર નર્મદા નદીના પટ્ટ ખાતે નહાવા જવા ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો


વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાના દિવેર મઢી નર્મદા નદી પટ્ટ નાં પાણીમાં ન્હાવા જવાથી અગાઉ લોકોનું ડુબી જવાની ઘટનાઓ ભુતકાળમાં બનેલ છે.
જ્યારે હોળી ધૂળેટીના પર્વ ને લઈ લોકો દિવેર મઢી ખાતે નહાવાની મજા માણવા માટે આવતા હોય છે.
જેથી કોઈ અઘટિત ઘટના બનવા નાં પામે
જેને લઇ શિનોર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરતા શિનોર પોલીસ એક્શન માં આવી ગઈ છે.આગામી હોળી અને ધુળેટીના તહેવારો દરમ્યાન દિવેર મઢી નદીમાં ઈસમો ન્હાવા જવાથી દુર્ઘટનાઓ ઊભી થાય છે.જેથી આવી દુર્ઘટનાઓ ટાળવા જિલ્લા પોલીસ વડા ની સૂચના મુજબ શિનોર પી એસ આઈ પી ટી જયસ્વાલ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તેમજ આ જાહેરનામાના હુકમનો ભંગ કરનાર વ્યકિત ને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષા ને પાત્ર ગણાશે.
ફૈઝ ખત્રી..શિનોર









