KHERGAMNAVSARI

ખેરગામ બજારમાં ઘણા ઘરો મા શોષકૂવા જ નથી ગટર મામલે બકરું કાઢતા ઊંટ પેઠું જેવી સમસ્યા.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ બજારમાં ઘણા ઘરો મા શોષકૂવા જ નથી ગટર મામલે બકરું કાઢતા ઊંટ પેઠું જેવી સમસ્યા.
ગ્રામ સભા અને ગટર સમિતિ દ્વારા ઠરાવ કરવામા આવ્યો જેમાં સરપંચશ્રી ઝરણાબેન જણાવ્યું હતુ. ગટર સમિતિને ૧મહિનાનો સમય આપવામાં આવે છે જેમા ૧૮૦ કનેકશન છે જેના પોતાના શોષકૂવા બનાવવા જણાવ્યુ હતુ.

ખેરગામ ગ્રામ પંચાયતની શનિવારે મળેલી ગ્રામ સભામા ગટર મુદ્દે જમીન માલિક રાજુભાઈ મહેતા દ્વારા અનેકો સવાલોનો મારો કરવામા આવ્યો હતો. રાજુભાઈએ જણાવ્યુ હતું. કે ૧૫ વર્ષથી ગટર યોજના માટે લોલીપોપ આપવામા આવે છે. ૧૫વર્ષથી મે સહન કરી રહ્યો છું. અગાઉ પણ મે લેખિતમાં રજૂઆત કરી છે અને ગ્રામ પંચાયત દ્વારા ત્રણ નોટિસ આપવા છતા કેમ ગટરનુ ગંદુપાણી કોટડામાં છોડવાનું બંધ કેમ નથી કરતા, આ ગંદા પાણીના કારણે મારી જમીનમાં ખેતી કરી નથી શકાતું શોષકૂવાના અભાવના કારણે મળમૂત્રવાળું ગંદુ પાણી ગટરમાં સીધું છોડી દેવામાં આવે છે તે સારી વાત નથી. પોતાના ઘરમા પોતાના શોષકૂવા હોવા જરૂરી છે તે જણાવ્યુ હતું.
ત્યાર બાદ દાદરીફળીયા અને બાવાળી ફ.ના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું કે કોતરડાંમા ગંદુ પાણી બંધ કરો અને અમારા વિસ્તારમાં ફિલ્ટર પાણીનો પ્લાન્ટ નથી જોઈતો અને ફિલ્ટર પાણી પણ કોતરડા ન જોઈએ જેવો વિરોધ કરવામા આવ્યો હતો. કોતરડામાં વરસાદના પાણી ના નિકાલ માટે બનાવવામા આવ્યા છે. ના કે ગટરના મળમૂત્રના પાણી છોડવા.

ગ્રામ સભા અને ગટર સમિતિ દ્વારા ઠરાવ કરવામા આવ્યો જેમાં સરપંચશ્રી ઝરણાબેન જણાવ્યું હતુ. ગટર સમિતિને ૧મહિનાનો સમય આપવામાં આવે છે જેમા ૧૮૦ કનેકશન છે જેના પોતાના શોષકૂવા બનાવવા જણાવ્યુ હતુ.

[wptube id="1252022"]
Back to top button