JASDALRAJKOT

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં ૪ માર્ચે જસદણ ખાતે યોજાનારો આયુષ મેળો

તા.૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ તા. ૦૩ માર્ચ – જળસંપતિ ,પાણીપુરવઠા, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં તા.૦૪ માર્ચના રોજ જસદણ ખાતે આયુષ મેળાનું આયોજન થશે.

‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ તેમજ “હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન’’ અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજકોટ દ્વારા પાટીદાર ભવન, આટકોટ રોડ, જસદણ, ખાતે સવારે ૦૯ થી સાંજે ૦૫ વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, ઉપપ્રમુખશ્રી શ્રીમતી સવિતાબેન વાસાણી, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી જ્યોત્સનાબેન પાનસુરિયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દક્ષાબેન રાદડીયા, મનસુખભાઈ સાકરીયા, શ્રીમતી શારદાબેન ધડુક, શ્રી વિનુભાઈ મેણીયા, શ્રી ખોડાભાઈ દુધરેજીયા, જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનીબેન માલકીયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

[wptube id="1252022"]
Back to top button