
મહેસાણા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઔષધિ દિવસ નિમિત્તે રેલી નીકળી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત આયોજિત જન ઔષધિ દિવસની રેલીને મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતેથી મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને જીલ્લા કલેકટર એમ.નાગરાજને હરી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.
આ જન ઔષધિ દિવસ સંદર્ભે આયોજિત રેલીનો ઉદ્દેશ્ય નાગરિકો જન ઔષધિ એટલે કે જેનરિક દવાઓ તરફ વળે અને તેનો ઉપયોગ કરે એ માટે જાગરૂકતા ફેલાવવાનો છે.જેનરિક દવાઓ સામાન્ય નાગરિક માટે સસ્તી પણ છે અને સારી પણ છે
અત્રે ઉલ્લેખનીય છે કે,સમગ્ર ભારતભરમાં જન ઔષધિ દિવસની ઉજવણી ૧ થી ૭ માર્ચ,૨૦૨૩ દરમિયાન થવાની છે
[wptube id="1252022"]





