જિલ્લા શિક્ષણધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સેવા નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

જિલ્લા શિક્ષણધિકારીની કચેરીમાં ફરજ બજાવતા સેવા નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મયોગી (O.S),જોયોત્સના બેન સાપરીયાનો સેવા નિવૃતિ સમારંભ જુનાગઢ જિલ્લા શિક્ષણધિકારી ભાવસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો.આ પ્રસંગે મુખ્ય મેહમાન તરીકે ધારાસભ્ય સંજય કોરડીયા હાજર રહયા હતા. તેમજ જુનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંધ, આચાર્ય સંધ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંધ,વહીવટી કર્મચારી યુનીયન અને ગ્રાંન્ટેડ શાળાના સંચાલકો હાજર રહયા હતા.
સ્વાગત પ્રવચન કરતા તજજ્ઞ હીરપરાએ જણાવેલ હતુ કે ફરજ દરમ્યાન જ્યોત્સનાબેન એક માતા સમાન અમારા પરીવારના પ્રેરણામુતિ રહ્યા છે જેમને ૩૭ વર્ષ સુધી સરકારી સેવાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે.અને પરિવારને બાદમાં નીતી એ જ ધર્મ ના પાઠ તમામ સ્ટાફને શિખવાડેલ છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણધિકારી તેમજ સ્ટાફ પરિવાર વતી જયોત્સના બેનને શ્રીફળ સાકળપડો પુષ્પગુચ્છ અને સાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ. શિક્ષણ અધિકારી ભાવસિંહ રાઠોડે તેમના પ્રવચનમાં જણાવ્યુ હતુ કે જિલ્લાની તમામ ખાનગી અને સરકારી સ્કુલો અને ઓફીસના સ્ટાફ સાથે કુનેહ અને ચોકસાઈ પૂવર્ક કામગીરી કરી અને સરકારી પરિપત્રને નિયમોમાં રહીને સુદર કામગીરી કરેલ છે. તેમની સેવાની ખોટ કાયમ રહેશે.
આ પ્રસંગે જુનાગઢ ના ધારાસભ્ય, સંજય કોરડીયાનું હીરપરા પરિવાર અને સાપરિયા પરિવાર ઘ્વારા સાયકલ આપી સન્તમાન કરવામાં આવ્યુ હતું ધારાસભ્યએ તેમના પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, અપેક્ષા રહીત નિષ્ટા પૂર્વક કામગીરી કરનાર કર્મયોગી કર્મચારીની શિક્ષણ જગતે કદર કરી છે.એ વિશાળ સંખ્યામાં હાજર રહેલા મહાનુભાઓ,હાજરી તે પ્રતિતી કરાવે છે.
કાર્યક્રમનું સંચાલન કરતા ભરતભાઈ મેસીયાએ જણાવ્યુ હતુ કે જોયોત્સનાબેન એ ફરજ કાળ દરમિયાન રાજકોટ,બનાસકાંઠા અને જૂનાગઢ જિલ્લામાં સેવાઓ આપેલી જૂનાગઢ ડી.ઈ.ઓ.કચેરીમાં જી.પી.એફ શાખામાં શ્રેષ્ઠ કામગીરી કરેલ.તેમજ કચ્છના ભૂંકપ વખતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી, આનંદીબેન પટેલ સાથે બાળકોમાં તનાવ મૂકિત કાર્યક્રમમાં જોડાયા હતા.તેમજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પીડાખાઈ ગામે જંગલ વિસ્તારમાં રહેતા મજુરના બાળકો માટે ઉભી કરેલી સ્કુલમાં જે.સી.આઈ.પ્રમુખ તરીકે સુંદર મજાની ટોયલેટ બાથરૂમની સગવડતા કરી આપેલ
નિવૃત થતા અધિકારી જોયોત્સના બેન તેમના પ્રતિભાવો આપતા જણાવેલ કે શિક્ષણ પરિવારે મને ખુબ હુફ અને માર્ગ દર્શન આપેલ છે.જીવનમાં મા-બાપના સંસ્કારો અને પરમ પુજય પાડુરંગ શાસ્ત્રીજીના વિચારોના કારણે નિષ્ઠાથીનોકરી કરી શકયા છીએ.આ પ્રસંગે જલ્પાબેન કયાડા, વી.એલ.ભૂત, એલ.વી.કરમટા, આર.વી.પરમાર, નિલેષભાઈ સોનારા, માનસિંહભાઈ ડોડીયા,નંદાણીયા ભાઈ શિક્ષણ જગતના તજજ્ઞ હાજર રહયા હતા. માજી.(D.E.O) ઉપાધ્ય, ડો.કનુભાઈ કરકર ધ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ શાળાની કચેરી ગાંધીનગર તરફથી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવેલ.





