
તા.૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
એક બાજુ દર્દી નો ધસારો જોવા મળે છે બીજી બાજુ હોસ્પીટલમાં ઓપીડી જોવા માટે ફક્ત બે જ ડોકટર છે
જેતપુર એક ઔદ્યોગિક શહેર છે અહીં ત્રણેક હજાર જેટલા સદીઓના કારખાનાઓ આવેલ છે જેમાં ચાલીસેક હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. આટલા મજૂરો ઉપરાંત સ્થાનિક મજૂર શહેરની સવા લાખની વસ્તી ઉપરાંત તાલુકા ૪૯ ગામો અને આજુબાજુના તાલુકા સહિતની કુલ ત્રણેક લાખની વસ્તીમાંથી ૭૦૦થી ૮૦૦ જેટલા લોકો નિયમિત નાની મોટી બીમારીના સબબ જેતપુર સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ હોસ્પીટલમાં ઓપીડી જોવા માટે ફક્ત બે જ ડોકટર છે અને અકસ્માત સબબ કે અન્ય કોઈ ઇમરજન્સીમાં દર્દી અથવા તો પોસ્ટ મોર્ટમ આવે તો ઓપીડી છોડીને ડોકટરને જવું પડે છે.. અને બે જ ડોકટર હોવાને કારણે ડોકટરને ચોવીસ કલાક ડ્યુટી કરવી પડે છે અને બીજા દિવસે આરામ કરવો પડે તેના હિસાબે એક ડોકટરની કમી થઈ જાય છે.


જેતપુર સરકારી હોસ્પીટલમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે આ હોસ્પીટલમાં ઓપીડી જોવા માટે ફક્ત બે જ ડોકટર છે અને જ જાય છે તેમા હાલ વાયરલ ઇન્ફેક્શનને કારણે રોજિંદી સંખ્યા કરતા વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ ડોક્ટરની ઘટને કારણે હાજર તમામ દર્દીઓને તપાસી પણ નથી શકાતા જેને કારણે દર્દીઓ સરકારી હોસ્પીટલમાં સારવારથી વંચિત રહી જાય છે. જેને કારણે દર્દીઓને બહારગામ અથવા તો ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે જવું પડે છે. જેથી ડોકટરની ઘટ તાત્કાલિક સરકાર પૂર્ણ કરે તેવી દર્દીઓ પણ માંગ કરી રહ્યા છે.


આ અંગે હોસ્પીટલના અધિક્ષક નિકિતાબેન પડીયાએ જણાવેલ કે, ડોકટરની કમી વિશે વિભાગીય નિયામકને લેખીત જાણ કરેલ હતી. અને તેઓ દ્વારા ડેપ્યુટશન પર ડોકટર મુકવામાં આવતા હતા. પરંતુ હાલ એમબીબીએસ ડોકટરને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મળે તે માટેની નિટની પરીક્ષા હોવાને કારણે આખા ઝોનમાં ડોકટરની કમી સર્જાય રહી છે








