NAVSARIVANSADA

KGF જીમ અને વ્યારા વન વિભાગના ઉનાઈ રેન્જના સંયુક્ત ઉપક્રમે સાઇકલ રેલી.

વાત્સલ્યમ્  સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

KGF જીમ અને વ્યારા વન વિભાગના ઉનાઈ રેન્જના સંયુક્ત ઉપક્રમે સાઇકલ રેલી

ઉનાઇથી પદમડુંગરી સુધી ઉનાઈના KGF જીમ તેમજ વ્યારા વન વિભાગના ઉનાઈ રેન્જના સંયુક્ત ઉપક્રમે સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં KGF જીમના ઓનર મયુર પટેલ અને ઉનાઇ રેંજના આરએફઓ રૂચિબેન દવેએ સાઇકલ રેલીનું ઉનાઇથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ઉનાઈની આજુબાજુના ભીનાર, કેળકચ્છ, વહેવલ, ઉમરા, વલવાડા ગામના 30થી 35 યુવક-યુવતીએ ભાગ લીધો હતો. આ રેલીનો આશય હેલ્થ માટે અવેરનેસ તથા યુવાપેઢીને પ્રોત્સાહિત કરવાનો હતો એવુ KGFના ઓનર મયુર પટેલ અને ઉનાઈ રેન્જના આરએફઓ દ્વારા જણાવાયું હતું. આ રેલીમાં નિવૃત પ્રાંત અધિકારી મહેશભાઈ ચૌધરી, મુક્તારભાઈ મેમણ, બીટગાર્ડ નરેશભાઈ ડાભી તેમજ KGF જીમના સભ્યો અને યુવાનોએ ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button