NAVSARI

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા કોર્ટના પ્રમુખ શ્રી કે.જે.દસોંદીએ વકીલશ્રીઓને કાયદા અંતર્ગત ગ્રાહકોના અધિકાર વિષયક માહિતી આપી હતી. તેમજ આ કાયદા હેઠળ કઇ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રાહક સુરક્ષા કોર્ટના શ્રી જે.એમ.મેવાવાળાએ ગ્રાહક સુરક્ષા ધારાનો ઇતિહાસ તથ આ કાયદા હેઠળ ગ્રાહકને મળતા લાભો વિશે વકીલશ્રીઓને માહિતગાર કર્યા હતાં.
જેમાં વાંસદા કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજશ્રી એડિશનલ ડિસ્ટ્રીકટ જજશ્રી ગણદેવી બાર એસોસિએશનના પ્રમુખ શ્રી તથા વકીલશ્રીઓ ઉપસ્થિત રહયાં હતાં.

[wptube id="1252022"]
Back to top button