
૨૮ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારી આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ ના માર્ગદર્શન અનુસાર સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી દ્વારા ચિત્રાવડ ગામની આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં વડાળી દવાખાનાના આયુર્વેદિક ડો. સમીર ગઢીયા દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી બાળકોને તેમના વાલીઓ સાથે ખોરાક પોષણ અંગે માહિતી આપી આયુર્વેદિક દવાઓ દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશનનાં ટીપા પીવડાવી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા. આરોગ્યલક્ષી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને તેમના વાલીઓ સાથે સરકારશ્રી દ્વારા મળતી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૧૧૨ લાભાર્થીઓ એ લાભ લીધો હતો. આ પ્રવૃત્તિમાં આરોગ્ય અને આંગણવાડીના તમામ સ્ટાફનો પૂરતો સાથ સહકાર મળેલ છે.





