JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં ‘મમતા દિવસ’ થકી સગર્ભા માતા અને બાળકને વિનામુલ્યે અપાતી આરોગ્ય સેવાઓ

તા.૨૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સગર્ભા માતા અને બાળકોને ઘર આંગણે વિનામુલ્યે આરદગ્ય વિષયક સેવાઓ મળી રહે, તે માટે જિલ્‍લાના તમામ ગામોમાં નિયત બુધવારે તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે નિયત સોમવારે ‘‘મમતા દિવસ’’ ઉજવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં વર્ષ ર૦ર૧-૨૦૨ર દરમિયાન મમતા દિવસનો કુલ ૩૩,૮૭૩ સગર્ભાઓને તથા ૨૭,૩૦૦ બાળકોએ લાભ લીધો હતો. તેમજ વર્ષ ર૦રર-૨૦ર૩ ડીસેમ્બર અંતીત મમતા દિવસમાં કુલ ૨૮,૨૯૦ સગર્ભાઓને તથા ૨૨,૯૮૫ બાળકોને નિ:શુલ્ક સેવા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મમતા દિવસ અંતર્ગત સગર્ભા માતાની આરોગ્‍ય તપાસ, ધનુરની રસી, શક્તિની ગોળીઓ તેમજ બાળકોને તમામ રસીઓ નિ:શુલ્ક આપવામાં આવે છે. અને તમામ લાભાર્થીઓને આરોગ્‍ય શિક્ષણ આપવામાં આવે છે. તેમ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button