ARAVALLI
ગાંધીનગર જિલ્લાના દહેગામ શાખાના સનોરડા ગામમાં ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા મેડિકલ કેમ્પ યોજયો

અહેવાલ
અરવલ્લી:હિતેન્દ્ર પટેલ
ગાંધીનગર જિલ્લાના દહેગામ શાખાના સનોરડા ગામમાં ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા મેડિકલ કેમ્પ યોજયો.

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ દ્રારા સામાજિક જવાબદારી ના ભાગ રૂપે ગાંધીનગર જિલ્લાના દહેગામ શાખાના સનોરડા ગામમાં નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ૭૦ થી વધુ નાગરિકો ની આરોગ્ય તપાસ કરી તેમને જરૂરી દવાઓનુ નિ: શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. તેમજ વધુમાં એનીમિયા અવરનેસ કાર્યક્રમ અંતર્ગત લોકોનો એનીમિયા ટેસ્ટ કરી તેમને એનીમિયા રોગ ની જરૂરી દવાઓનુ પણ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. તેમજ સી. એસ. આર મેનેજર રાહુલ પ્રજાપતિ હેલ્થ ચેકઅપ કેમ્પ માં ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]








