શિનોરની મોટા ફોફળીયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ની અવિશ્વાસ દરખાસ્ત નું ફરી એકવાર સુરસુરિયું



તારીખ ૧૪ ફેબ્રુઆરી ના રોજ, મોટા ફોફળીયા ગ્રામ પંચાયતના ૬ સદ્સ્યો એ, સરપંચ ભગુભાઈ રબારી વિરુદ્ધ રજુ કરેલી અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે આજરોજ મળેલી બેઠકમાં, અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કરનાર તમામ સદસ્યો ગેરહાજર રહેતા, અવિશ્વાસ દરખાસ્ત નું ફરી એકવાર સુરસુરિયું થયું છે.
ગત ડિસેમ્બર ૨૦૨૧ માં યોજાયેલ મોટા ફોફળીયા ગ્રામ પંચાયત ની ચૂંટણી માં, સરપંચ પદે ભગુભાઈ રબારી નો વિજ્ય થયો હતો.જે બાદ ૧૦ મહિના ના ટૂંકા ગાળામાં તારીખ ૧૭/૧૦/૨૨ ના રોજ ૮ સદ્સ્યોએ, સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજુ કરી હતી..જો કે ટેકનીકલ બાબત ને લઇ રજુ કરાયેલી અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ શકી નહોતી..જેથી સત્તા મેળવવા ના ઇરાદે, તારીખ ૧૪/૨/૨૩ ના રોજ ૬ સભ્યો એ સરપંચ વિરુદ્ધ પુનઃ અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરી હતી..જે સંદર્ભે આજરોજ ગ્રામ પંચાયતના સભાખંડમાં મીટીંગ મળી હતી.. પરંતુ આ મીટીંગ માં સરપંચ ભગુભાઈ રબારી વિરુદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરનાર તમામ ૬ સદ્સ્યો ગેરહાજર રહેતાં, અવિશ્વાસ દરખાસ્ત નું ફરી એકવાર સુરસુરિયું થયું છે.
આમ, મોટા ફોફળીયા ગ્રામ પંચાયત ની ચૂંટણી ના ૧૪ માસ જેટલા ટૂંકા ગાળામાં, સરપંચ વિરુદ્ધ બે-બે વાર અવિશ્વાસ દરખાસ્ત રજુ કરી, સત્તા મેળવવા નો ઈરાદો સફળ થયો નથી..
ફૈઝ ખત્રી..શિનોર





