
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી વાંકાનેર તાલુકાના પલાસ ગામમાં આજે રવિવારના દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હતું. હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી આજે પલાશ પ્રાથમિક શાળામાં માં નિદાન કેમ્પ યોજાયો.જેમાં 76 દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી.અને જરૂરિયાત વાળા વૃદ્ધો ને વોકિંગ સ્ટીક આપવામા આવી. આ કેમ્પમાં સેવાભાવી ડોકટરો જેમાં જનરલ ફિઝિશિયન ડૉ.મયુરભાઈ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.યાસીનભાઈ, બાળ રોગ નિષ્ણાંત ડૉ.રમેશભાઈ અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર ડૉ.યોગેશભાઈ એ સેવા આપી હતી.

આ કાર્યક્રમ નું સંચાલન દિવાળીબેન સોલંકી (SPO) હેલ્પએજ ઇન્ડીયા એ કર્યું.અને આ કાર્યક્રમને સફળ બનાવવાં મુનાફભાઈ(Ifcco)અને હેલપેજ માંથી હર્ષદભાઈ, સજનીબેન, મિતલબેન,ગૌતમભાઈ વગેરે એ ખૂબ જહેમત ઊઠાવી હતી. આ કાર્યક્રમ ના અંતે સરપંચ હેમંતભાઈ , આશા વર્કર બહેનો ખડે પગે રહ્યા. અને સમસ્ત ગ્રામજનો સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.









