KHERGAMNAVSARI

ખેરગામના બંધાળ ફળિયા ખાતે આવેલા તળાવમાં નાહવા પડેલા પોમામાળ ફળિયામાં બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

ખેરગામના પોમાપાળ ફળિયામાં રહેતા 13 વર્ષીય પ્રગ્નેશ લાલજીભાઈ પટેલ અને ૧૨ વર્ષના દક્ષેશ વિનોદભાઈ પટેલ બંને સાંજના સમયે ખેરગામના બંધાળ ફળિયા ખાતે આવેલ તળાવમાં નાહવા પડ્યા હતા એ સમયે આ બંને બાળકો તળાવમાં ડૂબી ગયા હતા જોકે આ બંને બાળકોના કપડા તળાવના કિનારે હોય જેથી બાળકો તળાવમાં ડૂબી ગયા હોવાનું જણાયું હતું જે અંગેની જાણ ગામના સરપંચ ઝરણાબેન પટેલને થતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને સ્થાનિક તરવૈયાઓ એ તળાવમાં શોધખોળ કરતા આ બંને બાળકોની લાશ મળી આવી હતી ખેરગામ પોલીસે સ્થળ પર પહોંચી આ બંને બાળકોને લાશનો પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button