
તા.૨૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
માર્ગ સલામતી વિશે નાગરિકોમાં જાગૃતિલક્ષી અભિગમ કેળવાય તે માટે આર.ટી.ઓ. રાજકોટ દ્વારા રાજકોટની વિવિધ શાળાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજી બાળકોને વાહનવ્યવહાર અને માર્ગ પર આવાગમન માટેના નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી.

હોલી સેન્ટ શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા આર.ટી. અધિકારીશ્રી ખપેડ અને પૂર્વ આર.ટી. અધિકારી શ્રી જે.વી.શાહ દ્વારા બાળકોને વિવિધ નિયમો, માર્ગ પર સલામતી જાળવવા ધ્યાનમાં રાખવાની બાબતો જેવી કે ઝીબ્રા ક્રોસિંગ પર ચાલવું, ટ્રાફિક લાઈટો, વિવિધ સાપને બોર્ડના અર્થ જેવી માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી બાળકોને અવગત કરવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૧૫૦૦થી વધુ બાળકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં હોલી સેન્ટ શાળાના આચાર્યશ્રી રાજ ભટ્ટ અને ઉપાચાર્યાશ્રી નમ્રતા ભટ્ટ તેમજ શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.








