
તા.૨૪ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટર કાર પ્રકારના વાહનો માટેની GJ-03-ML સીરીઝ તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર રીઈ-ઓકશન શરૂ કરવામાં આવનાર છે.
પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા.૦૨/૦૩/૨૦૨૩ સાંજે ૪ કલાકથી તા. ૦૪/૦૩/૨૦૨૩ સાંજનાં ૪ કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૦૪/૦૩/૨૦૨૩ ના રોજ સાંજના ૦૪:૦૧ કલાક થી તા.૦૬/૦૩/૨૦૨૩ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ચાલુ રહેશે. ઈ-ઓકશન પુર્ણ થયે તા.૦૬/૦૩/૨૦૨૩ના રોજ સાંજના ૦૪-૧૫ કલાકે કોમ્પ્યુટરાઇઝડ જનરેટેડ પરીણામ parivahan.gov.in સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.
ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવાપાત્ર થતી રકમ દિવસ ૫ માં ભરી આર. ટી. ઓ. ખાતેથી એપ્રુવલ નંબર મેળવી લેવાનો રહેશે. વાહન વેચાણથી સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. નિષ્ફળ ગયેલ ઉમદેવારની રજિસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.