

વડોદરા જિલ્લાના શિનોર નગર ખાતે આવેલ પૌરાણિક પદમાવતી માતાજીના મંદિર ની પાંચમી સાલગીરીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
વાત કરીએ તો આ મંદિર માં ૬૩૦ વર્ષ જૂની રાજ રાજેશ્વરી પદમાવતી માતાજીની પૌરાણિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.તેમજ પાંચ વર્ષ અગાઉ આ મંદિર નો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
દરવર્ષે ફાગણ સુદ ૪ અને ૨૩ ફેબ્રુઆરીના રોજ આ મંદિર ખાતે રાજ રાજેશ્વરી પદમાવતી માતાજીની સાલગીરી ભારે ધામધૂમ થી ઉજવવામાં આવેછે.
ઉલ્લેખનીય છેકે આ કાર્યક્રમમાં શિનોર તાલુકા તેમજ સમગ્ર ગુજરાત ભરમાંથી તેમજ મુંબઈથી ભક્તો દરનાર્થે ઉમટી પડયા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ફૈઝ ખત્રી..શિનોર
[wptube id="1252022"]









