MEHSANAVIJAPUR

વિજાપુર ભાણપુરા ગામે ચેક પોસ્ટ શરૂ કરતાં રેતી ખનન ચોરી અટકી રોડ રેતી ભરી ફરતા ડમ્પરો ની હેરાફેરી બંધ

વિજાપુર ભાણપુરા ગામે ચેક પોસ્ટ શરૂ કરતાં રેતી ખનન ચોરી અટકી રોડ રેતી ભરી ફરતા ડમ્પરો ની હેરાફેરી બંધ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં રેતી ખનન ચોરીના વધતા બનાવો ના ઉપર રોક લગાવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા ભાણપુરા ગામ પાસે ચેક પોસ્ટ ઉભી કરી શરૂ કરવામાં આવતા રોડ ઉપર ધમધમાટ કરતા રેતીના ડમ્પરો એકા એક અદ્રશ્ય જોવા મળી રહયા છે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોવીસ કલાક માટે ચાલુ રાખવા માં આવતા રેતી ચોરી કરી લઈ જતા ભૂ માફિયા માં પણ ડર ઉભો થવા પામ્યો છે તો કેટલાક પરવાનેદાર પણ રોયલ્ટી પાસ ઇસ્યુ કરતા પહેલા ઓવર લોડ વજન માત્રા થી દંડત્મક કાર્યવાહી ના કારણે ફફડી રહયા છે જોકે હાલમાં નદીના પટ માં છોડવા માં આવેલ પાણી ના કારણે રેતી વજન ની માત્રા વધી જતી હોવાથી જ્યાં પાણી નો ભરાવો ના હોય તેવી જગ્યાએ થી રેતી ભરાવી ને મોકલી રહ્યા છે ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલમાં અમૂક માત્રા માં અવર જવર કરતા રેતીના ડમ્પરો ચાંપતી નજર રાખી રહ્યા છે જેના કારણે હાલ પૂરતી રેતી ચોરી થતી અટકી પડી હોવાથી ભુ માફિયા માં ફફડાટ ફેલાયો છે

[wptube id="1252022"]
Back to top button