મોરબીની માધાપરવાડી શાળામાં સ્વજનોના સ્મરણાર્થે ઘડિયાળ અર્પણ કરતો નકુમ પરિવાર

મોરબીની માધાપરવાડી શાળામાં સ્વજનોના સ્મરણાર્થે ઘડિયાળ અર્પણ કરતો નકુમ પરિવાર
રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબીમાં લોકો સ્વજનોના દુઃખદ અવસાન નિમિતે એમના આત્માના કલ્યાણાર્થે જરૂરીયાત મંદોને મદદરૂપ થવું,ગાયોને નિરણ નાખવી, પક્ષીઓને ચણ નાખવી, નાના બાળકોને ભોજન આપવું, વગેરે જેવી દાનની પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે મોરબીના માધાપરવાળી વિસ્તારના નકુમ પરિવારમાં નીતાબેન ભરતભાઈ નકુમનું દુઃખદ અવસાન થતાં એમની સ્મૃતિમાં બાબુલાલ નકુમ
મલાભાઈ નકુમ,દિનેશભાઈ નકુમ હાર્દિકભાઈ નકુમ,ભાવિનભાઈ નકુમ,પ્રભુભાઈ કંઝરિયા સર્વે પરિવારજનોએ માધાપરવાડી કુમાર અને કન્યા બંને શાળામાં દરેક રૂમ,લોબી માટે પચીસ જેટલી દિવાલ ઘડિયાળ અર્પણ કરી સ્તુત્ય પગલું ભર્યું છે. નકુમ પરિવારનો આ તકે બંને શાળાના શાળા પરિવારનો આભાર પ્રકટ કર્યો હતો.અને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પી હતી.