LUNAWADAMAHISAGAR

યોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર્સ માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

યોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર્સ માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. આ એવોર્ડ માટે અરજી મંગાવવામાં આવી છે. આપ પણ અરજી કરી શકો છો, અરજી કરવા માટે જરુરી તમામ વિગતો અહી જણાવેલ છે.

જે અંતર્ગત અરજી કરતી વખતે વ્યકિત ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ હોવું જોઇએ અને યોગ બોર્ડનું યોગ કોચ / યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઇએ. એવોર્ડ મેળવવા ઉમરનો કોઇ બાધ નથી. એવોર્ડ માટે વાસ્તવિક અને અપડેટ કરેલ પ્રોફાઇલ(બાયોડેટા) પુરાવા સાથે રજુ કરવાના રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામુ, અને ફોન નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્ય ફોટા સાથેના નકકર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાના પુરાવા સાથેનો એક પેજનો બાયોડેટા તા. ૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મહીસાગર C/O જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મહીસાગર રૂમ નંબર -૨૧૨ ,બીજો માળ કલેકટર કચેરી,લુણાવાડા જી-મહીસાગર ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ અરજી આપવાની રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

[wptube id="1252022"]
Back to top button