
કેશોદ તાલુકાનાં ઈસરા ગામે શ્રી ધુણેશ્ર્વર બાપાનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં આજે ભાવવિભોર વાતાવરણમાં નીજ સ્થાને સ્થાપના કરી દર્શનાર્થીઓ માટે ખુલ્લાં મુકવામાં આવ્યાં બાદ આરતી કરવામાં આવી હતી. આચાર્યપદે શાસ્ત્રી શ્રી હેમેન્દ્ર ભાઈ જોષી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. કેશોદના ઈસરા ગામે શ્રી ધુણેશ્ર્વર બાપાનાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રોજ રાત્રીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના ઘેડ પંથકમાં ઈસરા ગામે બિરાજમાન શ્રી ધુણેશીયા બાપાનું સ્થાનક આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આસ્થા નું કેન્દ્ર હોય ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી ધુણેશ્ર્વર બાપાનાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવિકો ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી ધુણેશ્ર્વર બાપાનાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. ધુળેટીના દિવસે વહેલી સવારથી ધુણેશ્ર્વર બાપાનાં સાનિધ્યમાં ભવ્ય લોકમેળો યોજાય છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પરિવારમાં બાળકનો જન્મ થયો હોય તે પરિવાર દર્શનાર્થે આવી પ્રસાદી ધરવાની તેમજ ધુળની મુઠ્ઠી ભરીને નાગદાદાને ધરાવવાની પરંપરા છે જે આજનાં આધુનિક યુગમાં પણ જળવાઈ રહી છે. કેશોદ આસપાસના વિસ્તારમાં માણેકવાડા,સોદરડા,કણઝા,બામણવાડા અને કુંભડી ગામે નાગદેવતા નાં પ્રસિદ્ધ સ્થાન આવેલાં છે અને લોકવાયકા મુજબ એકજ પરિવારના નાગકુળના હોવાનું માનવામાં આવે છે.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા કેશોદ