DEVBHOOMI DWARKADWARKA

બેટ દ્વારકાના સગર્ભા મહિલા માટે સંકટમોચક બનતી ૧૦૮ બોટની ટીમ

સગર્ભા મહિલાની બોટમાં પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામા ૧૦૮ બોટની ટીમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.દ ઓખા બોટ ૧૦૮ ની ટીમ દ્વારા એક સગર્ભાની બોટમાં જ  પ્રસૂતિ કરાવી નોંધપાત્ર કામગીરી કરી માતા અને બાળકનો  જીવ બચાવ્યો હતો.

બેટ દ્વારકા ટાપુ પર રહેતા એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી ૧૦૮ની બોટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અને મહિલાને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે મહિલાને અસહ્ય દુખાવો ઉપડતા ૧૦૮ બોટના સ્ટાફ દ્વારા બોટની અંદર જ પ્રસુતિ કરવામાં આવી હતી જયારે બાળકના ગળા ફરતે નાળ વિટાયેલી હોવા છતા સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળક નો જીવ બચાવ્યો છે.

૧૦૮ના  ઈ એમ ટી – હરેશ જાદવ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી નવજાત બાળક અને માતાને સારવાર આપી 108 દ્વારા ઓખા સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button